Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભીષણ આગની સાથે સાથે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદ,તા. ૨૪ :     સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના મોત થયા હતા. ટ્યુશન ક્લાસીસમાં રહેલા બાળકો આગથી બચવા માટે ચોથા માળેથી કુદી ગયા હતા. જેના કારણે તેમના મોત થયા હતા. આ ઉપરાંત આગમાં પણ કેટલાક બાળકોના મોત થઈ ગયા હતા. ૧૯ બાળકોના મોતથી ભારે હાહાકાર મચી ગયો હતો. વિનાશકારી આગની સાથે સાથે નીચે મુજબ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગની ઘટનાની નોંધ લઈ દુઃખ વ્યક્ત કર્યો

         સુરતમાં આગની આ ઘટનાને લઇ એકબાજુ રાજયભરમાં ભારે હાહાકાર અને આઘાત મચ્યો હતો ત્યારે બીજીબાજુ, રાજય સરકાર અને સુરતના સ્થાનિક સત્તાધીશો ઉઁઘતા રહ્યા ત્યારે એક તબક્કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટના અંગે દુઃખ વ્યકત કરી ટવીટ્ કરવાની ફરજ પડી હતી પરંતુ રાજયની એક આવી ઘટનામાં ખુદ વડાપ્રધાને ટવીટ્ કરી સરકાર અને તંત્રને આદેશ કરવો પડે તે કેટલી ગંભીર અને શરમજનક ઘટના છે વિચાર કરો. વડાપ્રધાનને દેશની ચિંતા કરવાને બદલે રાજયની આવી ઘટનાનું ધ્યાન રાખી આદેશ કરવો પડે તે ખરેખર સરકાર અને તંત્રને એક લપડાક સમાન કહી શકાય. પીએમના ટવીટ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હરકતમાં આવ્યા હતા અને ઘટનાને લઇ વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો.

રાહુલ ગાંધીએ પણ ટવીટ્ કરી આઘાતની લાગણી વ્યકત કરી

         સુરતમાં આગની દુર્ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખુદ વડાપ્રધાન મોદી સહિતના રાજકીય મહાનુભાવો દ્વારા સમગ્ર ઘટના અંગે દુઃખ અને સંવેદનાની લાગણી વ્યકત કરવામાં આવી હતી. આજે સાંજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવીટ્ કરી આગની દુર્ઘટના અંગે ભારે દુઃખ અને આઘાતની લાગણી વ્યકત કરી હતી અને મૃતક બાળકોના પરિવારજનો પરત્વે સંવેદના પ્રગટ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ સુરત પહોંચ્યા

         સુરતની આગની દુર્ઘટનામાં બાળકોનો મૃત્યુઆંક ગંભીર રીતે વધતાં અને વિવાદ વકરતાં ખુદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોડી સાંજે સુરત જવા રવાના થયા હતા. મુખ્યમંત્રીની સાથે સાથે ભાજપના અન્ય નેતાઓ અને સુરતના સ્થાનિક આગેવાનો તેમ સત્તાધીશો પણ મુખ્યમંત્રીની સાથે સુરત પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ સરકાર દ્વારા સમગ્ર પ્રકરણમાં જવાબદારો અને કસૂરવારો સામે આકરા પગલા લેવાની ખાતરી ઉચ્ચારવામાં આવી હતી.

(8:21 pm IST)
  • એનડીએમાં વાયઆરએસ કોંગ્રેસ-બીજેડી-ટીઆરએસ જોડાય તેવી શકયતાઃ સંખ્યાબળ ૪૦૦ની ઉપર થાય તેવી પણ શકયતા access_time 3:46 pm IST

  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST

  • મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, અમે જનતાનો મેન્ડેટ સ્વીકારીએ છીએ access_time 10:17 pm IST