Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

નડિયાદના બામરોલીમાં જમીન બાબતે ભાઈઓ બાખડ્યા: સામસામે હુમલામાં એકને ઇજા

નડિયાદ: તાલુકાના બામરોલી ગામમાં ખોડીયારપુરા વિસ્તારમાં કનુભાઈ ઉર્ફે ટીનો ફતાભાઈ સોલંકી તેમજ તેમના કાકાનો પુત્ર દિલિપભાઈ ઉદેસીંગ સોલંકી રહે છે. બંનેના પિતા ગુજરી ગયાં હોવાથી તેમના ત્રણ વીઘા જમીનમાંથી બંને પિતરાઈ ભાઈઓ ને દોઢ-દોઢ વીઘા જમીન વારસામાં મળી હતી. જો કે કનુભાઈના ભાગની દોઢ વીઘા જમીન દિલિપભાઈ તેમને આપતો ન હોવાથી આ અંગે કનુભાઈએ નડિયાદ કલેક્ટર સાહેબની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. 

તે દરમિયાન ગતરોજ સાંજના સમયે ગામમાં આવેલ એક દુકાને કનુભાઈ અને દિલિપભાઈ બંને ભેગા થયાં હતાં. ત્યારે કનુભાઈએ કાર્ટમાં કરેલ દાવો જીતી ગયાં હોવાનું દિલિપભાઈને કહી જમીન સોંપી દેવા જણાવ્યું હતું. જે સાંભળી ઉશ્કેરાઈ ગયેલ દિલિપ ગમેતેમ ગાળો બોલી આ જમીનમાં તારો કોઈ ભાગ ન હોવાથી તને કોઈ જમીન મળવાની નથી તેમ કહી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કનુભાઈ ઉર્ફે ટીનો ફતાભાઈ સોલંકીની ફરિયાદને આધારે વસો પોલીસે દિલિપભાઈ ઉદેસીંગ સોલંકી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:25 pm IST)