Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

માતર તાલુકામા પ્રેમલગ્ન કરવા યુગલને ભારે પડ્યા: યુવતી પર દહેજની માંગણી કરી સાસરિયાંઓનો ત્રાસ

દસક્રોઈ:તાલુકાના મુક્તીપુરની યુવતિને માતરના યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું મોંઘુ પડ્યું છે. નોકરી દરમિયાન પરિચયમાં આવેલ યુવક સાથે લગ્ન કરી સાસરીમાં આવેલી યુવતિને તેના પ્રેમી પતિએ ઘરના સભ્યોની મદદથી માર મારી ત્રાસ આપી રૂપિયા પાંચ લાખની દહેજની માંગણી કરતો હોઈ આ અંગે માતર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ દસક્રોઈ તાલુકાના મુક્તીપુરમાં રહેતાં જગદીશભાઈ ગાબ્રીયલભાઈ ક્રિશ્ચિયનની પુત્રી ડાયનાબેન ચાંગોદર ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી ચાલુ કરી હતી. તે દરમિયાન ડાયનાબેનને માતરમાં રહેતાં મનોજભાઈ દિલીપભાઈ રાઠોડ (રોહિત) સાથે પ્રેમસબંધ બંધાયો હતો. પ્રેમમાં ગળાડુબ બંને જણાંએ પરિવારથી વિરૂધ્ધમાં જઈ ગત તા.૧૦-૧૧-૧૮ ના રોજ કોર્ટ મેરેજ કર્યાં હતાં. ત્યારબાદ ડાયનાબેન માતા-પિતાનું ઘર છોડી માતર મુકામે સાસરીમાં રહેવા લાગી હતી. સાસરીમાં આવેલી ડાયનાને શરૂઆતના પ્રથમ અઠવાડિયામાં સાસરી પક્ષ તરફથી સારૂ વર્તન કરવામાં આવતું હતું. જો કે ત્યારબાદ પતિ મનોજ રોજ ઘરે દારૂ પી ને આવી પત્ની ડાયનાને હેરાન કરવા લાગ્યો હતો. તેમજ સાસુ દક્ષાબેન દિલિપભાઈ રાઠોડ અને સસરા દિલીપભાઈ ત્રિકમભાઈ રાઠોડ પુત્ર મનોજનું ઉપરાણું લઈ પ્રેગ્નેટ ડાયનાને ઘરકામ કરાવી, મારઝુડ કરી, શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવા લાગ્યાં હતાં. અને તેના પિયરીયાઓ સાથે ફોન પર વાત કરવા પણ દેતાં ન હતાં. 

(5:24 pm IST)