Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સુરતના વેડરોડ પર હીરાના વેપારીને રસ્તો પૂછવાના બહાને ત્રણ અજાણ્યા શખ્સો 3 લાખની લૂંટ ચલાવી છૂમંતર

સુરત:વેડરોડ ખાતે ફૂઆને મળી મોટરસાયકલ પર ગત બુધવારે મોડી રાત્રે ઘરે પરત ફરી રહેલા લાલ દરવાજાના હીરા વેપારીને સૈયદપુરા આસારવા હોસ્પિટલ નજીક ત્રણ અજાણ્યાએ રસ્તો પૂછવાના બહાને રોકી માર મારી ચપ્પુ બતાવી રૂ.2.20 લાખની કિંમતની હીરા જડિત ચેઇન, વીંટી અને બ્રેસલેટ, રોકડા રૂ.40,000 અને એપલના બે ફોન મળી કુલ રૂ. 3 લાખની મત્તાની લૂંટ કરી હતી અને ભાગળ ચાર રસ્તા તરફ ભાગી છૂટયા હતાં. હીરા વેપારીએ તેમનો પીછો કર્યો હતો. પરંતુ તેઓ હાથ લાગ્યા ન હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાલ દરવાજા સીટી સેન્ટર ફ્લેટ નં. સી/802માં રહેતા 41 વર્ષીય વિરેનભાઈ બાબુભાઈ ગાબાણી અની એન્ટરપ્રાઇઝના નામે હીરાનો વેપાર કરે છે. ગત બુધવારે મોડી રાત્રે વેડ રોડ ખાતે રહેતા ફૂઆને મળી વિરેનભાઈ પોતાની મોટર સાયકલ ( નં. જીજે - 05- એચઇ - 4949) ઉપર ઘરે જવા માટે નીકળ્યા હતા. 

(5:22 pm IST)