Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વડોદરામાં પોલિટેક્નિક કોલેજની બહાર કર્ફ્યુનો માહોલ સર્જાતા અફડાતફડી

વડોદરા: શહેરમાં લોકસભાના મતગણતરીના કેન્દ્ર પાસે ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધી રહ્યા હોવા છતાં સવારે બે કલાક સુધી સૂનકાર જોવા મળ્યો હતો.

પોલિટેકનિક કોલેજ ખાતે સવારે ૮ વાગે મતગણતરી શરૃ થઇ ગઇ હતી અને પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો.પોલિટેકનિક કોલેજ તરફ આવતા એક કિમી વિસ્તારના માર્ગો પર બેરિકેડ મુકી અવરજવર બંધ કરી દેવાઇ હતી અને ચારે બાજુ પોલીસ ખડકી દેવાઇ હતી.જેને કારણે કરફ્યુ જેવો માહોલ જોવાયો હતો.

ભાજપના ઉમેદવાર જીત તરફ આગળ વધી રહ્યા હતા અને બે કલાક બાદ છૂટાછવાયા કાર્યકરો આવવા માંડયા હતા તેમજ ઢોલ નગારા પણ વગાડવામાં આવ્યા હતા.આમ છતાં માંડ ૪૦-૫૦ ટેકેદારો જોવા મળ્યા હતા.બપોર બાદ ગરમીનું પ્રમાણ વધારે હોવા છતાં કાર્યકરોનો ધસારો શરૃ થયો હતો.

(5:18 pm IST)