Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

૭પ દિ' જુની આચાર સંહિતાનો અંતિમ દિન,સોમવારથી સરકારી કચેરીઓ ફરી ધમધમશે

કાલે અને રવિવારે રજા છે, ર૭મીએ સતાવાર રીતે ચૂંટણી પ્રક્રિયા પૂરી

રાજકોટ, તા. ૨૪ :. લોકસભાની ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થતા હવે આચાર સંહિતાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. સત્તાવાર રીતે ૨૭મીએ સોમવારે ચૂંટણી પ્રક્રિયા પુરી થાય છે. તે દિવસે આચાર સંહિતા વિધિવત રીતે દૂર થઈ જશે. ભૂતકાળમાં પરિણામ આવી ગયા પછી ચૂંટણી પંચે આચાર સંહિતા એક-બે દિ' વહેલી ઉઠાવી લીધાના દાખલા છે. સોમવારથી સરકારી કચેરીઓ ફરી રાબેતા મુજબના વહીવટી કામથી ધમધમવા લાગશે.

કેન્દ્રીય ચૂંટણી પંચે ૧૦ માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ. તે જ દિવસથી ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી ગઈ હતી. ૭૫ દિવસના સમયગાળા બાદ હવે આચાર સંહિતા સમાપ્તીના આરે છે. ગુજરાતમાં ૨૩ એપ્રિલે મતદાન થઈ ગયા બાદ આચાર સંહિતા બીનસત્તાવાર રીતે હળવી થઈ ગઈ હતી. સરકારી બદલી, બઢતી, ઉદઘાટનો, પદાધિકારીઓને સરકારી ગાડીઓના ઉપયોગ વગેરે બાબતની આચાર સંહિતા હવે પુરી થવા તર ફ છે. આવતીકાલે અને રવિવારે રજા છે. તેથી વ્યવહારીક રીતે જોતા આજે આચાર સંહિતાનો છેલ્લો દિવસ ગણાય. ટૂંક સમયમાં ફરી સરકારી સમારોહ શરૂ થઈ જશે. રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ અને કોઈ નોંધપાત્ર વિવાદ વગરના વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થતા ચૂંટણી પંચે રાહતનો શ્વાસ લીધો છે.

(3:59 pm IST)