Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સી.આર.પાટીલ અને રંજનબેન ભટ્ટે અમિતભાઇના વિક્રમને પણ તોડી નાખ્યો

રાજકોટઃ ગુજરાતમાં ગાંધીનગર સીટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહએ ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો રેકોર્ડ તોડી પોણા છ લાખથી વધુ લીડથી જીત મેળવી છે. જો કે ગુજરાતમાં ભાજપના જ બે ઉમેદવાર એવા છે જેઓએ અમિતભાઇ શાહ કરતાં પણ વધુ લીડથી જીત મેળવી છે.

ગાંધીનગર બેઠક પર અમિતભાઇએ કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાને ૫,૫૭,૦૧૪ મતથી માત આપી, જે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી ૪. ૮૩, ૧૨૧ મતના માર્જિનથી જીત્યા હતા.  તે તોડી નાખેલ છે અને ગાંધીનગર સીટ પર અત્યારસુધીમાં સૌથી વધુ લીડથી તેઓ જીત્યા હતા. 

પરંતુ આ વખતની ગુજરાતની ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોએ રાષ્ટ્રીય અધ્યક્ષ કરતાં પણ વધુ માર્જિનથી જીત મેળવી છે. જેમાં પ્રથમ નવસારીના ઉમેદવાર સી .આર. પાટિલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને ૬,૮૯,૬૬૮ મતથી હરાવ્યા. તો વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને ૫,૮૭,૮૨૫ મતથી હરાવ્યા છે.વડોદરા એ સીટ છે જયાં વર્ષ ૨૦૧૪ની લોકસભામાં વડાપ્રધાન મોદી ચૂંટણી લડ્યા હતા, એ વખતે તેઓ ૫,૭૦૧૨૮ મતની લીડથી જીત્યા હતા. તે લીડે આ વખતે પણ જળવાઇ રહી છે.  કોંગ્રેસનો ૧૭ રાજય અને કેન્દ્ર શાસિત રાજયોમાં સફાયો થઇ ગયો છે.

(3:46 pm IST)