Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

દક્ષિણ ગુજરાતમાં અપક્ષ ઉમેદવારો કરતા NOTAને વધુ મત!: 61,393 વોટ NOTAમાં: બારડોલીમાં સૌથી વધુ 22,914 વોટ

NOTAને પડેલા મતથી ભાજપ-કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે મનોમંથન જરૂરી

સુરત ;લોકસભાની ચૂંટણી પરિણામમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે ગુજરાતની તમામ બેઠકો ભાજપને મળી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં અપક્ષ ઉમેદવારો કરતા નોટમાં વધુ મત પડ્યા છે દક્ષિણ ગુજરાતમાં  લાખોની બહુમતી સાથે જીતનારી બેઠકો ઉપર NOTAને હજારોની સંખ્યામાં મત મળ્યા છે.

  ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારો પૈકી કોઇપણ ઉમેદવાર પંસદના હોય તેવા સંજોગોમાં મતદારો મતદાન કરી પોતાની ઇચ્છા કરો કે મરજી જણાવી શકે એ માટે ચૂંટણી પંચ દ્વારા NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 61,000 મતદારે ઉમેદવારોને જાકારો આપ્યો હતો. લોકસભાની મતગણતરી દરમિયાન NOTAને મળેલા મત ધ્યાનાકર્ષક રહ્યા હતા. દક્ષિણ ગુજરાતની સુરત, નવસારી, વલસાડ અને બારડોલી બેઠક ઉપર 61,393 વોટ NOTAમાં હડ્યા હતા. તેમાં પણ સૌથી વધુ 22,914 વોટ બારડોલી બેઠકમાં નોંધાયા છે.

 બારડોલીમાં NOTAને પડેલા સૌથી વધુ મત ભાજપ-કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે મનોમંથન માંગી લે છે. અપક્ષ ઉમેદવારો કરતાં પણ વધુ વોટ નોટામાં પડ્યા હતા. નોટા એક એવો વિકલ્પ છે કે ઉમેદવાર પસંદ નહીં હોય તો NOTAને મત આપી શકાય છે. જોકે, છેલ્લી કેટલીક ચૂંટણીથી મતદારો NOTAનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે મતગણતરીમાં પણ નોટાને અપક્ષ ઉમેદવાર કરતાં વધુ વો મળ્યા હતા. સુરતમાં નોટાને 10,447, નવસારી 9,032, બારડોલી 22,914 અને વલસાડમાં 19,000 વોટ નોટાને પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં NOTAને વોટ પડતાં ઉેદવારો પ્રત્યે મતદારોમાં ભારોભારનારાજગી હોવાની દર્શાવી રહ્યું છે

(3:13 pm IST)