Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભાજપના ૪ ધારાસભ્યો સાંસદ તરીકે શપથ લેશે

કોંગ્રેસના ૮ સિટિંગ ધારાસભ્યનું સપનું રોળાયુ

અમદાવાદ તા. ૨૪ : રાજકીય પક્ષો દ્વારા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવેલા ૧૨ સિટિંગ ધારાસભ્યોમાંથી ૪ને જીતનો સ્વાદ ચાખવા મળ્યો. ભાજપે લોકસભા ચૂંટણીમાં ઉતારેલા ચારેય ધારાસભ્યોનો વિજય થયો છે જયારે કોંગ્રેસના ૮ ધારાસભ્યોનો પરાજય થયો. વિધાનસભાની ૪ બેઠકો થરાદ, ખેરાલુ, અમરાઈવાડી અને લુણાવાડામાં પેટાચૂંટણી યોજાશે કારણકે આ બેઠકો પરના ધારાસભ્યો હવે સાંસદ તરીકે શપથ લેશે.

ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ભાજપે પાટણ લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપી હતી. ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને ૧.૯૪ લાખ મતથી હાર આપી છે. થરાદના ધારાસભ્ય અને મંત્રી પરબત પટેલે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના પારથી ભાટોલને ૩.૬૮ લાખ મતથી હરાવ્યા. અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ભાજપે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી પાટીદાર નેતા અને પાસના પ્રવકતા ગીતા પટેલને કારમો પરાજય આપ્યો છે. ગીતા પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા.

લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ભાજપે ટિકિટ આપીને લોકસભા ચૂંટણીમાં ઉતાર્યા. રતનસિંહે પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટને ૪.૧૪ લાખ જેટલા જંગી મતથી હરાવ્યા છે. રતનસિંહ અપક્ષ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે ભાજપને ટેકો જાહેર કર્યો હતો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ૮ સિટિંગ ધારાસભ્યોનો પરાજય થયો છે.

(9:56 am IST)
  • સુરત મૃત્યુ આંક.21 થયો :21 બાળકોની લાશો આગમાં ભડથું: પીએમ મોદી આવતીકાલે સુરતની મુલાકાત લે તેવી અટકણો તેજ સમગ્ર રાજ્ય સાથે દેશભરમાં હચમચાવનારી બની છે ઘટના access_time 12:55 am IST

  • સેન્સેકસ પ૦૦થી વધુ અપ :નીફટી ૧૧૮૦૦ની ઉપર : શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે તેજીઃ ર.૩૦ કલાકે સેન્સેકસ પ૩૦ પોઇન્ટ વધીને ૩૯૩૪૯ અને નીફટી ૧૭૪ પોઇન્ટ વધીને ૧૧૮૩૧ ઉપર ટ્રેડ કરે છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પ૯ ઉપર છેઃ બેંક-ઓટો શેરમાં તેજી access_time 1:08 pm IST

  • ગુજરાતમાંથી કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન કોને મળશે? : રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ નિશ્ચિતઃ મનસુખ માંડવીયા, પરષોતમ રૂપાલાનો થઇ શકે છે સમાવેશઃ બંનેને ભાજપ જીતાડવા ભજવી મહત્વની ભૂમિકાઃ જશવંતસિંહ ભાંભોર, રાજયકક્ષાના પ્રધાન પરબતભાઇ પટેલને મળી શકે છે સ્થાન access_time 3:45 pm IST