Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

બનાસકાંઠાના ભાજપના પરબતભાઈ પટેલ અંબાજીમાં : માં અંબાને ચૂંદડી ચડાવી આદ્યશક્તિના આશીર્વાદ લીધા

વિજય નિશ્ચિત થતા પરિણામ પહેલા જ માતાજીના દર્શને પહોંચ્યા

બનાસકાંઠા બેઠકની મતગણતરી ચાલુ હતી આ બેઠકનું સત્તાવાર પરિણામ જાહેર થયા પહેલા ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલનો વિજય નિશ્ચિત બની જતા બનાસકાંઠાના નવા સાંસદ તરીકે ચૂંટાયેલા જાહેર થવાની ઔપચારિકતા પૂર્વે જ પરબતભાઇ પટેલે  અંબાજી પહોંચી જઇ માં અંબાને ચૂંદડી ચડાવી આદ્યશક્તિના આશીર્વાદ લીધા હતા

  આ પ્રસંગે ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ પણ નવા સાંસદ બનવા જઇ રહેલા પરબતભાઇ પટેલને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

(11:52 pm IST)