Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ધાનેરામાં વરલી મટકાનો જુગાર રમતા છ શખ્શો ઝડપાયા :બે જુગારીઓ ફરાર

ધાનેરા ;અહીંના એકતા મેડીકલ સ્ટોર્સ નજીક તથા બસ સ્ટેન્ડ રોડ પર વરલી મટકાનો જુગાર રમતા છ શખ્શોને પોલીસે રંગે હાથે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ ૧૩,૯૩૪ રૂપિયા કબ્જે કર્યા હતા. જ્યારે બે જણા ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

  આ અંગેની વિગત મુજબ ધાનેરા પોલીસ સ્ટાફના શ્રવણસિંહ, ધનરાજભાઈ, રવિભાઈ, કલ્પેશભાઈ વિગેરેએ ધાનેરાના સ્ટેશન રોડ ઉપર આવેલ એકતા મેડીકલ નજીકમાં આંક ફરક તથા વરલી મટકાનો જુગાર રમતા ઈસમો મોહનભાઈ કલાભાઈ વણજારા, યુસુફખાન જામખાન પઠાણને કોર્ડન કરી પકડી પાડી વરલી મટકા જુગારનું સાહિત્ય તથા  રોકડ મળી  કુલ ૩૬૦૪ રૂપિયા કબજે લઈ આરોપીઓને અટક કર્યા હતા

પાલનપુર એલ.સી.બી.પી.એસ.આઈ એન.એન.પરમાર,  ભરતભાઈ, ધેગાજીની ટીમે ધાનેરના નવિન બસ સ્ટેશન પાસે વરલી મટકા ઓક ફરકનો જુગાર રમતા કન્વીરભાઈ મહમદભાઈ બેલીમ, શારૂખખાન, મેહબુબ ખાન સાંઈ, અમીરખાન, મહેબુબ ખાન મેવાસી, ઈરફાનખાન, યાસીનખાન બેલીમ નેકોર્ડન કરી ઝડપી પાડી અંગ ઝડતી દરમ્યાન ૧૦,૩૩૦ રૂપિયાના રોકડ  સાથે ઝડપી પાડ્યા હતા જેમાં ઈરસાદખાન, ઈસુબખાન, બે લીમ, તથા  શાજીદખાન, શોરાબખાન, બે લીમ, બંન્ને  જણા ભાગી છૂટ્યા હોઈ પોલીસે  તેમને પકડવા ચક્રો ગતીમાન કર્યા હતાં.

(12:00 am IST)