Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આણંદ બેઠક પર મતના આંકડામાં મોટો તફાવત : ભરતસિંહ સોલંકીએ પરિણામમાં સવાલ ઉઠાવ્યા:ચૂંટણી પંચને લખ્યો પત્ર

મતદાન કરતા પણ વધુ મત ? : મત પડ્યા નથી તો વધારાનાં 1, 32 ,122 મત ક્યાંથી આવ્યા ?:

  આણંદમાં મતગણતરી અંગે કોંગ્રેસનાં ઉમેદવાર અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ સવાલ ઉઠાવ્યો છે. તેમના મટે મત ગણતરીમાં મોટો તફાવત સામે આવ્યો છે જે અંગે તેમણે ચૂંટણીપંચને પત્ર લખ્યો છે.
   ભરતસિંહ સોલંકીનાં જણાવ્યા મજુબ આણંદમાં કૂલ 16 લાખ, 55 હજાર 642 લોકોએ મતદારો છે. જેમાંથી 11 લાખ 5 હજાર 587 લોકોએ મતદાન કર્યુ હતું. જ્યારે મત ગણતરી સમયે 12 લાખ 37 હજાર 790 મત નોંધાયા છે.
   આ વધારાનાં 1 લાખ 32 હજાર 122 મત ક્યાંથી આવ્યા તેનાં પર ભરતસિંહ સોલંકીએ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે મતગણતરીનાં પરિણામ મંજૂર નથી તેમ પણ જણાવ્યુ છે

(8:00 pm IST)