Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આપણે લડતા રહીશું અને જીતીશું: ભાજપના વિજય બાદ હાર્દિક પટેલનું ટ્વિટ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ પાસના કન્વીનર અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ નહીં પરંતુ દેશની જનતા હારી છે.

હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય નથી થયો પરંતુ બેરોજગારી, શિક્ષણ, ખેડૂતો, મહિલા સન્‍માન તથા સામાન્ય જનતા સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ હાર્યા છે.

હાર્દિક પટેલે ટ્વિટ કરતા વધુમાં જણાવ્યું છે કે, અેક આશા હારી છે, સાચુ કહો તો હિન્દુસ્‍તાનની જનતા હારી છે. કોંગ્રેસના કાર્યકરોની લડાઇને સલામ કરીને આપણે લડતા રહીશું અને જીતીશું તેમ કહ્યું હતું.

હાર્દિક પટેલે કેન્‍દ્ર અને રાજ્યની ભાજપની સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

(5:29 pm IST)
  • ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની પુત્રીને ઇન્ટગ્રામ પર અજાણ્યા ફોલોઅર્સ રેપની ધમકી : અનુરાગ કશ્યપે વડાપ્રધાન મોદીને ટ્વીટ કરી માંગી મદદ access_time 2:21 pm IST

  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST

  • રાજસ્થાનના સીએમ ગેહલોટ હવે રાહુલ ગાંધીની કરશે મુલાકાતઃ લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે access_time 3:45 pm IST