Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ડભોઈના ચાંદોદ નર્મદા કિનારે ગંગા દશેરાની ઉલ્લાસભેર ઉજવણી :હજારો ભાવિકો ઉમટ્યા

વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાઈ :નદીને દૂધનો અભિષેક કરાયો

 

વડોદરાઃ જિલ્લાનાં ડભોઈના ચાંદોદ નર્મદા કિનારે ગંગા દશેરાની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી.જેમાં 10 હજારથી વધુ શ્રદ્વાળુઓએ ભાગ લઇને માં નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું નર્મદા નદીને દૂધથી અભિષેક કરાયો હતો. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.

ગંગા દશેરાની ઉજવણીમાં અનેક માનવ મહેરામણ ઉમટયું હતું પર્વ દરમ્યાન અનેક શ્રદ્વાળુઓ નર્મદાને સાડી પહેરાવે છે. સાડી પહેરવાથી મનની ઇચ્છાઓ પૂરી થાય છે.

(9:58 pm IST)