Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વાપીના છીરી વિસ્તારમાં ગર્ભવતી પુત્રવધુ પર સસરાએ હવસ સંતોષતા ચકચાર

વાપી:ના છીરી વિસ્તારમાં રહેતી ગર્ભવતી પુત્રવધુનું સસરાએ શારીરિક શોષણ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. પુત્રની ગેરહાજરીમાં પુત્રવધુને મળવાને બહાને ઘરે જઈ સસરાએ ધાકધમકી આપી ત્રણથી ચાર વખત બળાત્કાર ગુજાર્યા બાદ કોઈને પણ જાણ કરશે તો પતિ અને પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
વાપીના છીરી વિસ્તારમાં રાજુ (નામ બદલ્યું છે.) પરિવાર સાથે રહે છે. રાજુ રોજિંદા નોકરી પર જતો હોવાથી ઘરે પત્ની અને પુત્ર એકલા રહેતા હતા. વાપીમાં જ રહેતા રાજુના ૫૫ વર્ષીય પિતા પુત્રવધુ અને દોહિત્રને મળવાને બહાને અવાર-નવાર ઘરે જતાં હતા. દોહિત્ર સ્કૂલે જતો હોવાથી એકાંતનો લાભ ઉઠાવી સસરાએ પુત્રવધુનું ધાકધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. ગર્ભવતી પુત્રવધુ પર સસરાએ ત્રણથી ચાર વખત બળાત્કાર ગુજારતા હતપ્રત બની ગઈ હતી.

(6:03 pm IST)