Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વડોદરાના કારેલીબાગ નજીક તસ્કરોએ પાંચ દુકાનના શટર તોડી હાથફેરો કર્યો

વડોદરા:કારેલીબાગ ટાંકી નજીકના કોમ્પ્લેક્સમાં ગઇ રાતે ત્રાટકેલા ત્રણ લબરમૂછિયાઓએ પાંચ દુકાનના શટર તોડી હાથફેરો કર્યો હતો પરંતુ કાંઇ હાથ લાગ્યુ નહતુ.

ચાણક્ય કોમ્પ્લેક્સમાં ગઇ રાતે ૨ વાગે ત્રણ લબરમૂછિયા આવ્યા હતા અને તેમાંથી ૨ જણા બહાર વોચમાં ઉભા રહ્યા હતા અને એક તસ્કર અંદર ગયો હતો.તેણે ઇલેકટ્રિક, સ્ટેશનરી,ટયુશન અને ડાન્સ ક્લાસ સહિત પાંચ શટર તોડયા હતા.

જો કે તસ્કરોના હાથમાં કાંઇ આવ્યુ નહતુ અને તેઓ થોડી વારમા પલાયન થઇ ગયા હતા.કારેલીબાગ પોલીસના હેકો શાંતીલાલે આ અંગે તપાસ કરી હતી.પરંતુ વેપારીઓએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો.

(6:02 pm IST)