Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સ્પીડ બ્રેકર પર બાઈક ચલાવવાની તકલીફથી કંટાળી વડોદરાના 3 એન્જીનીયરે અનોખી રીતે બાઈક મોડીફાઇ કરી

વડાદરા:રસ્તા પરના ખાડા ટેકરા અને સ્પીડ બ્રેકર પર બાઈક ચલાવવામાં પડતી તકલીફોથી કંટાળીને વડોદરાના મીકેનિકલ એન્જિનયરિંગના ત્રણ વિદ્યાર્થીઓએ એક એવી બાઈક બનાવી છે જે ચલાવતી વખતે આંચકા લાગવાનુ પ્રમાણ નહીવત થઈ જાય છે.

મીકેનિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ દર્શન પટેલ, મીતેન સોની, કરણ જોષીએ બાઈકને મોડિફાઈ  કરીને તેમાં એર સસ્પેન્શનનો ઉપયોગ કર્યો છે.જેના કારણે બાઈકની ઉંચાઈ એક ફૂટ સુધી વધારી શકાય છે.જ્યારે બાઈક ૮ ફૂટ સુધી લાંબી પણ થઈશકે છે.બાઈક ચલાવતી વખતે કે ઉભી હોય ત્યારે પણ તેની લંબાઈ અને ઉંચાઈમાં ચલાવનાર વધારો કે ઘટાડો કરી શકે છે.

દર્શન પટેલનુ કહેવુ છે કે, બાઈકમાં સામાન્ય રીતે મોનો શોક, હાઈડ્રોલિક પ્રકારના સસ્પેન્શન વપરાતા હોય છે,અમે પહેલી વખત બાઈકમાં એર સસ્પેન્શનનો ઉપયોગ કર્યો છે.એર સસ્પેન્શનનો સામાન્ય રીતે વોલ્વો જેવી બસોમાં ઉપયોગ થતો હોય છે.અમારી ટીમે વિશેષ રીતે સસ્પેન્શનની ડિઝાઈન કરી છે.આગળ અને પાછળ એર સસ્પેન્શન લગાડવા માટે બાઈકની ડિઝાઈનમાં પણ ફેરફાર કર્યો છે.સસ્પેન્શનમાં હવા પુરી પાડવા માટે ૨૫૦ પીએસઆઈની ક્ષમતા ધરાવતુ કોમ્પ્રેસર બાઈકમાં ફીટ કર્યુ છે.જેની સાથે એક બેટરી એટેચ કરી છે.બેટરીની મદદથી કોમ્પ્રેસર હવા ખેંચે છે.આ હવા સસ્પેન્શનમાં સપ્લાય થાય છે.જેનાથી બાઈકની હાઈટ વધારી શકાય છે અને ઘટાડી પણ શકાય છે.

(6:02 pm IST)