Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઊંઝામાં આઈ.ટી.આઈના વિદ્યાર્થીએ હાજરીના ડરથી ટ્રેન નીચે પડતું મૂક્યું

ઊંઝા:માં પરીક્ષા માટે હાજરી થતી ન  હોવાના ડરે  આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરતાં ભારે સનસનાટી મચી ગઈ છે.
તરભનો વિદ્યાર્થી નિર્મળકુમાર જશવંતભાઈ ચૌધરી સિધ્ધપુર ખાતે આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતો હતો. હવે આગામી સમયમાં પરીક્ષા નજીક હોવાથી પરીક્ષા માટે જરૂરી હાજરી ઓછી હોવાના કારણે પરીક્ષા આપવા મળશે નહિ તેવા ડરને કારણે ગઈકાલ સાંજથી ગુમ થયો હતો.
જોકે વહેલી પરોઢે ઊંઝામાં એક યુવકની લાશ ટ્રેન નીચે કપાયેલી હાલતમાં મળી આવી હતી.  તેના પાસેની બેગમાંથી મળેલી વિગત ઉપરથી વિદ્યાર્થી હોવાનું ખુલતાં પોલીસે આ બાબતે અકસ્માત મોતથી નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી છે. જોકે યુવકના આકસ્મિક દુઃખદ મોતના સમાચારથી ગામ તથા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

(6:01 pm IST)