Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ સીમમાં એક્ટિવા ગટરમાં પલ્ટી જતા ચાલક ઈજાગ્રસ્ત

મહેમદાવાદ:તાલુકાના ખાત્રજ સીમમાં રોડ પર એક્ટીવા ગટરમાં પલટી ખાઈ જતાં એક્ટીવા ચાલકને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ અમદાવાદમાં રહેતા ભાવેશ ઉર્ફે ભરતભાઈ બળદેવભાઈ પુરબીયા ગત તા.૨૧-૫-૧૮ના રોજ એક્ટીવા નં. જીજે-૧ ડીએલ-૫૭૨૬ હંકારી મહેમદાવાદ ખાત્રજ રોડ પરથી પસાર થતાં હતા. ત્યારે એક્ટીવા ગટરમાં પલટી ખાઈ જતા એક્ટીવા ચાલક ભાવેશ ઉર્ફે ભરતભાઈ પુરબીયાને ઈજા થઈ હતી.
આ બનાવ અંગે ભાવેશ ઉર્ફે ભરતભાઈ બળદેવ પુરબીયાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:01 pm IST)