Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મહેમદાવાદ પોલીસે ખનીજના બુટલેગરને 7300ના વિદેશી દારૂના જથ્થા સાથે દબોચ્યો

મહેમદાવાદ પોલીસે ગઈકાલે બપોરે કનીજ ગામમાં રહેતા બુટલેગરને ૭૩૦૦ની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડીને તેના વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના કનીજ પટેલ ખડકીમાં બંધ મકાનમાં વિદેશી દારૂ વેચવામાં આવી રહ્યો છે. તેવી માહિતી મળતા મહેમદાવાદ પોલીસે પટેલ ખડકીમાં બંધ મકાનમાં રેઈડ પાડતા વિદેશી દારૂ બોટલ નં.૭૩, ક્વાર્ટર કિંમત રૂ.૭૩૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશીદારૂ સહિત દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગર કલ્પેશભાઈ મગનભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો.
આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:00 pm IST)