Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ ન મળતા આંદોલનની તૈયારી

કર્મચારીઓમાં ભારે રોષ : યુનિયનો ટુંક સમયમાં આંદોલનનો નિર્ણય લેશે

ગાંધીનગર, તા. ર૪ :  પાંચ-પાંચ મહિનાથી ર ટકા મોંઘવારી ભથ્થાનું ચુકવણું નહીં થતા તથા કેન્દ્રના ધોરણે ભાડાભથ્થુ. ટ્રાન્સપોર્ટ ભથ્થુ તથા તીબબી સહાયનું ચુકવણુ કરવાનો નિર્ણય એક વર્ષથી અટવાતા રાજય સરકારના કર્મચારીઓ ધૂંઆપૂંઆ છે.

યુનિયનોના આગેવાનો કહે છે કે ગત ફેબ્રુઆરી-માર્ચમાં મુખ્યમંત્રી સમક્ષ ત્યારબાદ રાજય સરકારે નિમેલી કમિટી સમક્ષ રૂબરૂ રજુઆતો કરવા છતાં કર્મચારીઓ -અધિકારીઓના પ્રશ્ને નિર્ણય લેવાતો નથી ત્યારે હવે નાછુટકે બધા યુનિયતનોએ કોમન પ્લેટફોર્મ પર આવી સરકારને અલ્ટીમેટમ આપ્યા વિના પ્રશ્ન નહીં ઉકેલે તેમ લાગી રહ્યું છે.

અગાઉના વર્ષોમાં દર જાન્યઅુારીમાં તથા જુનમાં કેન્દ્ર દ્વારા ચુકવાતા મોંઘવારી ભથ્થા પછી એક-બે મહિનામાં રાજય દ્વારા પણ એનો અમલ થઇ જતો હતો. પરંતુ હવે છેલ્લા કેટાલક સમયથી રાજય સરકાર દ્વારા લાલિયાવાડી ચાલી રહી છે. ગયા ર૦૧૭ના વર્ષમાં બે હપ્તાનું મોંઘવારી ભથ્થુ એક સાથે દિવાળીના અરસામાં ચુકવાયું હતું. અત્યારે જાન્યુઆરી-૧૮નું ચુકવવા પાત્ર થતાં ર કટા મોંઘવારી ભથ્થાની ફાઇલ નાણાવિભાગમાં દબાવી રખાઇ છે. જેને કારણે ખાસ કરીને વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓને મોંઘવારીના સમયમાં ઘર ચલાવવું કપરું બન્યુ છે.

અત્યારે ૬ ઠ્ઠા પગાર પંચ પ્રમાણે ર૦ ટકા એચઆરએ ચુકવાય છે તે કેન્દ્રના ધોરણે ૭માં પગાર પંચ મુજબ વધારીને ર૪ ટકા કરવાની ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જે સ્લેબ મુજબ અત્યારે રૂ.૪૦૦, ૮૦૦ અને રૂ. ૧૬૦૦ ચુકવાય છે તે કેન્દ્રના ધોરણ ડબલ ચુકવવાની માંગણીઓ પડતર છે. (૯.૬)

(2:57 pm IST)