Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

આઈવુમીનો ૮ હજારમાં સ્માર્ટફોન લોન્ચ : અત્યાધુનિક સુવિધાઓ

 અમદાવાદ : ભારતીય સ્માર્ટફોનમાં અલગ ઓળખાણ બનાવેલી બ્રાન્ડ આઈવુમીએ પોતાની આઈ-સીરીઝ હેઠળ પોતાના નવા સ્માર્ટફોન આઈ-૨ના લોન્ચની જાહેરાત કરી ૩ડી મીરર ફિનીશ બેક પેનલની સાથે આ ફલેગશીપ બજારનો પ્રથમ સ્માર્ટફોન છે. જે માત્ર ૭૪૯૯ રૂ.માં ડ્યુઅલ એકટીવ ૪જી વોલ્ટે સીમને સપોર્ટ કરતી વિશેષતાઓ છે. ફુલ વ્યુ ડિસ્પ્લે તથા ફેશિયલ રિકગ્નિશન જેવી વિશેષતાઓથી ભરપૂર આઇવુમી આઈ-૨ માત્ર કેવલ ફિલપકાર્ટ પર ઉપલબ્ધ છે.

આઈવુમી ઈન્ડિયાના સીઈઓ શ્રી અશ્વિન ભંડારીએ જણાવ્યુ કે આઈવુમી ભારતમાં નવા ઉત્પાદકોને લોન્ચ કરતા દેશની સર્વોચ્ચ ૧૦ ઓનલાઈન સ્માર્ટફોનમાં જગ્યા બનાવવા માટે પ્રયાસ કરે છે. અમે અમારા નવા ફલેગશીપ ઉત્પાદન આઈ-૨ના લોન્ચની જાહેરાત કરતા ખુશી છે. કિંમતમાં પહેલો સ્માર્ટફોન છે. જેમાં ફેસલોક,  પ્રિમીયમ લુક માટે ૩ડી મિરર ફિનીશ બોડી તથા ફુલ વ્યુ ડિસ્પ્લે જેવી વિશેષતા છે. અમે યુવાનોથી એક મજબૂત સંબંધ વિકસીત કરીને તેમની જરૂરીયાતો પૂરી કરવા માટે સમર્પિત છીએ.

આ સ્માર્ટફોનમાં અન્ય કનેકટીવીટી વિકલ્પ જેવા વાઈ-ફાઈ ૮૦૨, બી-જી-એન બ્લુટુથ ૪.૦ જીપીએસ ૩૫૦ મીમી ઓડીયો જેક તથા ઓટીજી સપોર્ટની સાથે માઈક્રો યુએસબી સામેલ છે. ૮૦૦૦ રૂપિયા ઓછી કિંમતના આઈવુમી આઇ-૩, આઈવુમી આઈ-૧ એસનો ઉત્તરાધિકારી છે.(૧૫.૧)

 

(1:54 pm IST)