Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ICICI HFC ગુજરાતમાં ૩ હજાર કરોડની લોનનું વિતરણ થશે

 અમદાવાદ : આઈસીઆઈસીઆઈ બેન્કની સંપૂર્ણ માલિકીની પેટાકંપની આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સ કંપની (એચએફસી) લિમિટેડે જાહેરાત કરી હતી કે, તે આગામી ૩થી ૪ વર્ષમાં રૂ.૩૦૦૦ કરોડની લોનનું વિતરણ કરશે. જેનો લાભ મુખ્યત્વે ગુજરાતમાં એફોર્ડેબલ હાઉસીંગ સેગમેન્ટને મળશે. આગામી કેટલાક મહિનાઓમાં કંપની ગુજરાતમાં સુરેન્દ્રનગર, વાપી, ભરૂચ, મહેસાણા, આણંદ અને રાજકોટ સહિત કુલ ૧૨ બ્રાન્ચ ખોલવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત સમગ્ર ભારતમાં આગામી કેટલાક વર્ષોમાં લગભગ ૧૫૦ બ્રાન્ચ ખોલવાની પણ યોજના છે.

તાજેતરમાં કન્ઝયુમર ફાઈનાન્સ બિઝનેસમાં પ્રવેશ કરનાર કંપની આગામી ૩ થી ૪ વર્ષમાં રાજયમાં આ પોર્ટફોલીયો વધારીને રૂ.૩૦૦ કરોડ કરશે. કંપનીએ તેના કન્ઝયુમર ફાઈનાન્સ બિઝનેસ માટે અગ્રણી કન્ઝયુમર ડ્યુરેબલ સ્ટોર્સ સાથે જોડાણ કર્યુ છે. ઉપરાંત તે કામગીરી વધારવા રાજય અન્ય મોટા રાજય મુજબ રિટેલર્સ સાથે જોડાણ કરશે. કંપની વર્તમાન નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળા સુધીમાં ગુજરાતમાં રૂ.૨૦૦ કરોડની લોન વિતરણની યોજના ધરાવે છે.

(1:54 pm IST)