Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

પત્ની અને પુત્રીઓના અંતિમ સંસ્કાર માટે ખુની ધર્મેશને જવા દેવાયો

અમદાવાદ,તા.૨૪: વસ્ત્રાપુરના રત્નમ ટાવરમાં રહેતા અને ઈન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રકશનનો ધંધો કરતા બિલ્ડર ધર્મેશ શાહે પત્ની અમી અને બે દીકરી હેલી, દીક્ષાને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. નિર્દયતા પૂર્વક હત્યા કર્યા બાદ તેમના દેહને અગ્નિદાહ આપવા માટે બિલ્ડર ધર્મેશ શાહે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જોકે પોલીસ નિયમ મુજબ અગ્નિદાહ માટે પરવાનગી આપી ન હતી. આ સંદર્ભમાં પોલીસને એવી ભીતી હતી કે ધર્મેશ શાહે જે રીતે હત્યાકાંડ પછી આત્મહત્યાનો પ્રયાસ કરેલો તે જોતાં સ્મશાનને જાયતોૅ પણ આવો પ્રયાસ કરે અથવા મોતને ઘાટ ઉતારેલ પત્નીના ઉશ્કેરાયેલા પરિવારજનો પણ તેના પર હુમલો કરી શકે. તે શકયતાઓને ધ્યાને રાખી પત્ની-બે પુત્રીઓના અગ્નિસંસ્કાર માટે સ્મશાન જવા દેવાયા નહોતા. આ ઉપરાં બુધવારે મોટી સાંજે વસ્ત્રાપુર પોલીસે ધર્મેશને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો.

સમગ્ર શાહ પરિવારની કોલ ડિટેલ્સ મેળવાનો બિલ્ડર ધર્મેશ શાહને દેવું થઇ જતાં પરિવારને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું રટણ કરી રહ્યો છે પરતુ તપાસમાં કોઇ જ કડી રહેવા દેવા વસ્ત્રાપુર પોલીસ તૈયાર નથી. પોલીસ પરિવારની કોલ ડિટેલ્સ કાઢશે અને કોઇ કારણ કે અન્ય સાથે સંપર્ક હોવાનું બહાર આવે છે કે કેમ તેની જીણવટભરી તપાસ કરશે. ઘર કે મિલકત કે અન્ય કોઇને રૂપિયા આપવા કારણભુત છે કે કેમ તે ચકાસણી કરવામાં આવશે. બિલ્ડરે જેની પાસે પૈસા લીધા છે તેઓ આ બિલ્ડર કે તેના પરિવારને પરશાન કરતા હતા કે કેમ? બોપલ અને વસ્ત્રાપુરના   ફલેટમાં કોઇ મોર્ગેજ લોન કે અન્ય કોઇને આપી દીધો કે કોઇ બોજો છે કે કેમ તે પણ પોલીસ તપાસ કરશે. (૨૨.૧૦)

(1:54 pm IST)