Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રેશનીંગના સામાન લેવા અનામત નથી જોઇતી : હાર્દિક પટેલ

કોર્ટમાં હાર્દિક - લાલજી પટેલ સહિતના તમામ આરોપી હાજર રહ્યાઃ શિક્ષણ - રોજગારી માટે જોઇએ છે : માત્ર પટેલોને નહિ દરેક સામાન્ય વર્ગના સમાજોને આપો

રાજકોટ તા. ૨૪ : વિસનગરમાં પાટીદાર અનામત આંદોલનની રેલી બાદ થયેલા તોફાનોના કેસમાં મુદતે આવેલ હાર્દિક પટેલે અનામત રેશનીંગનો સામાન લેવા માટે નથી જોઇતી પરંતુ યુવાનોને શિક્ષણ અને રોજગારી માટે જોઇએ છે અને પટેલો જ નહી દરેક સામાન્ય વર્ગના સમાજોને અનામત આપવા જણાવ્યું હતું.

વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન રેલી બાદ થયેલા તોફાનો કેસમાં બુધવારના રોજ મુદત હોવાથી કોર્ટમાં પાસના નેતા હાર્દિક પટેલ, એસપીજીના લાલજી પટેલ સહિતના તમામ આરોપીઓએ હાજરી આપી હતી જેમાં કોર્ટમાં બુધવારના રોજ ૩૨ પાનાનું આરોપીઓનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ કોર્ટ સંકુલથી બહાર નીકળ્યા પછી હાર્દિક પટેલે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અનામત રેશનીંગનો સામાન લેવા માટે નથી જોઇતી પરંતુ યુવાનોને રોજગારી અને શિક્ષણ માટે જોઈએ છે.

સરકાર દ્વારા પટેલોને જ નહીં પરંતુ દરેક સમાજને અનામત આપવું જોઈએ તેમ કહીઙ્ગ આંદોલનમાં સામાન્ય વર્ગના બીજા સમાજોને જોડી પ્રાણ ફૂંકવા ની કોશિશ કરી હતી. પટેલે મહાપંચાયત તેમજ ઉંઝાથી શહીદ યાત્રા થકી આંદોલન ચાલું કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહેસાણામાં પ્રવેશબંધી હોય તે પાછળથી શહીદ યાત્રામાં જોડાશે તેમ જણાવ્યું હતું.આ કેસમાં કોર્ટે આગામી ૧૩ જૂનની મુદત આપી છે. કેસમાં સરકારી વકીલ દ્વારા કલોઝીંગ પુરસીસ આપી દેવામાં આવી છે.(૨૧.૧૫)

પાટીદાર મહાપંચાયત કાર્યક્રમને પોલીસની મૌખિક મંજૂરી : હાર્દિક

ગાંધીનગર :ઙ્ગપાટીદાર અનામત આંદોલનને ફરીથી બેઠુ કરવા માટે હાર્દિક પટેલ અને તેની ટીમ દ્વારા ફરીથી મોટી સભા અને રેલીનુ આયોજન સુરેન્દ્રનગરના મોટી માલવણ ગામ ખાતે કરાયુ છે. પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા લેખીતમાં મંજુરી નહી આપી હોવાનુ સુરેન્દ્રનગરના પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ. જયારે પોલીસે મંજુરી આપી દીધી છે પરંતુ લેખીતમાં નહિ ફકત મૌખિક મંજુરી આપી હોવાનુ હાર્દિક પટેલે જણાવ્યુ હોવાનું પ્રસિધ્ધ થયું છે.

(11:46 am IST)