Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ડીસાના સામઢી ગામે ઢોલ વગાડવાની બાબતે દલિત યુવક પર જીવલેણ હુમલો

ગામના સરપંચ અને તેના પુત્રએ એક દલિત યુવક પર જીવલેણ હુમલો કર્યો : રાજ્યમાં છેલ્લા સાત દિવસમાં ત્રીજો હુમલો

અમદાવાદ :રાજ્યમાં દલિતો પર થઈ રહેલા હુમલાઓ રોકાવાનું નામ લેતા નથી બનાસકાંઠાના ડીસાના સામઢી ગામે ઢોલ વગાડવાની નજીવી બાબતે ગામના સરપંચ અને તેના પુત્રએ એક દલિત યુવક પર જીવલેણ હુમલો કરતા તેને હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ત્યારે સ્પષ્ટ રીતે તંત્રની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે છે.

  અત્રે ઉલ્લેખનીય છે પાછલા 7 દિવસમાં આ ત્રીજો હુમલો છે. પહેલા રાજકોટ પછી ધોળકા અને હવે બનાસકાંઠાના ડીસાના સામઢી ગામે ઢોલ વગાડવાની નજીવી બાબતે ગામના સરપંચ અને તેના પુત્રએ એક દલિત યુવક પર જીવલેણ હુમલો કર્યો છે

(10:51 am IST)