Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહિ ઘટે ? :અગાઉ વેટ ઘટાડી ફાયદો આપી દીધો છે :નીતિનભાઈ પટેલ

 

અમદાવાદ :ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા નથી. ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વાત વાતમાં સંકેત આપી રાજ્યમાં પેટ્રોલ ડિઝલ પર વેટ ઘટાડાની શક્યતા નકારી કાઢી છે. તેમણે રોકડુ પરખાવતા કહી દીધુ હતુ કે ભૂતકાળમાં વેટ ઘટાડીને જે ફાયદો આપવાનો હતો તે આપી ચૂક્યા છીએ. એટલે કે એનો અર્થ એવો થયો કે સરકાર વેટ ઘટાડીને તેની નફાખોરી ઘટાડવા નથી માંગતી.

(9:37 pm IST)