Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અમદાવાદના ઉસ્માનપુરામાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ક્લિનિક સીલ

કરુણા ટ્રસ્ટ મેડિકલમાં તપાસ કરતાં ગેરકાયદે ગર્ભ-પરીક્ષણ થતું હોવાનું ખુલ્યું

 

અમદાવાદઃ શહેરના ઉસ્માનપુરામાં આવેલા કરુણા ટ્રસ્ટ મેડિકલને ગેરકાયદે ગર્ભ-પરીક્ષણ કરતાં AMC દ્વારા સીલ કરાયું છે ડેક્લેરેશનમાં સોનોગ્રાફી કરનાર અને તબીબની સહી હોવાથી શંકા જતાં AMC આરોગ્ય ટીમ અને જિલ્લા પંચાયતની ટીમે તપાસ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.

   મળતી વિગત મુજબ હજી ગઈ કાલે અમદાવાદમાં ચાંદખેડાના ન્યૂ સીજી રોડ પર ગર્ભ-પરીક્ષણ કરતા વિજય મેટરનિટી એન્ડ સર્જિકલ નર્સિગ હોમનું સોનોગ્રાફી મશીન AMCના હેલ્થ ખાતાએ જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમને સાથે રાખી સીલ કરી દીધુ હતું. ત્યાં આજે ફરી મળેલી બાતમીને આધારે, AMC આરોગ્ય ટીમ અને જિલ્લા પંચાયતની ટીમે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલા કરુણા ટ્રસ્ટ મેડિકલમાં તપાસ કરતાં ગેરકાયદે ગર્ભ-પરીક્ષણ થતું હવાનું બહાર આવ્યું છે. AMC કરુણા ટ્રસ્ટ મેડિકલને સીલ મારી દીધું છે. ગર્ભ-પરીક્ષણ બાદ ડેક્લેરેશનમાં સોનોગ્રાફી કરનાર અને તબીબની સહી જણાતાં AMC તપાસ કરતાં આખો મામલો સામે આવ્યો છે. AMC સોનોગ્રાફી મશીનને સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

(10:03 pm IST)