Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

બપોર બાદ ભરૂચ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો :વાદળછાયો માહોલ :પવન પણ ધીમો પડ્યો

ભરૂચ ;છેલ્લાં કેટલાંય દિવસોથી ફૂંકાઈ રહેલા પવનોને કારણે આજે ભરૂચ જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં ધસી આવેલી વાદળોની ફોજને લઈને તાપમાનનો પારો પણ 42 ડિગ્રીએ જ અટકી ગયો હતો. બીજી તરફ વાદળ છાયા માહોલ વચ્ચે પવનો પણ ધીમા પડ્યા હતા. દિવસ દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હોવાની એક ખાનગી વેબસાઈટનાં અહેવાલમાં જણાવાયું હતું.

(8:21 pm IST)