Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

નવસારીમાં કપિરાજનો આતંક: છેલ્લા બે મહિનામાં 15થી વધુ લોકો પર હુમલા કરી હાહાકાર મચાવ્યો

નવસારી : નવસારી તાલુકાના સુપા કુરેલ ગામમાં તોફાની વાંદરાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા બે મહિનામાં 15થી વધુ લોકો ઉપર હુમલા કરતા ભય વ્યાપી ગયો છે. નવસારી તાલુકાના પૂર્ણા નદીના કિનારે સુપા અને કુરેલ ગામ આવેલા છે. આ નદીકિનારાના ગામોમાં દીપડા તો અવારનવાર દેખાયા છે, પકડાયા છે પરંતુ છેલ્લા બે મહિનાથી આ ગામોમાં વાંદરાએ હાહાકાર મચાવ્યો છે. અવારનવાર હુમલા કરી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સુપા કુરેલ ગામમાં વાંદરાના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ ગ્રામ્ય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આમ તો ગામમાં વરસોથી વાંદરા દેખાતા આવ્યા છે પરંતુ હાનિકર્તા ખાસ ન હતા પરંતુ છેલ્લા 2 મહિનાથી સ્થિતિ બદલાઈ છે.

સુપામાં 6 જેટલા વાંદરા (પરિવાર) ફરી રહ્યા છે. જેમાંથી એક વાંદરો છેલ્લા દોઢ-બે મહિનાથી રહીશો ઉપર હુમલાઓ કરી રહ્યો છે. કેટલાકને ઝાપટ મારી છે તો કેટલાક ઉપર તો હિંસક હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. ગામમાં રહેતી એક 80 વર્ષની વૃદ્ધા સુખીબેન છગનભાઈ સુપાકર પોતાના ઘરની બહાર આવતા અચાનક હુમલો કર્યો હતો. જેનાથી સુખીબેનના હાથમાં ફ્રેકચર થયું અને શરીરે નાની મોટી અન્ય ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હુમલા બાદ તેને પેરાલિસિસ થઈ ગયો છે. ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે. જેને લઈ વાંદરાને પકડવા વનવિભાગ તથા વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન (WWF) ને બોલાવાઈ છે.

(6:34 pm IST)