Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સુરતમાં 2 લાખની ખંડણી માટે 2 સગી બહેનોએ 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું

સુરત:માં રૂપિયા 2 લાખની ખંડણી માટે 2 સગી બહેનોએ 4 વર્ષનાં બાળકનું અપહરણ કર્યું હતું. અઠવા પોલીસે થોડાક સમયમાં જ બંને બહેનોની ધરપકડ કરી હતી. પોલીસથી ડરેલી બહેનોએ બાળક દુકાનદારને સોંપ્યું હતું અને ભાગી ગઇ હતી. જો કે પોલીસે બંને બહેનોને ઝડપી પાડી હતી.

અયુબભાઇ કાદરભાઇ સરબતવાલાનાં 4 વર્ષનાં પુત્ર મોહમ્મદ હુસૈનનું તારીખ 20મી મેનાં રાત્રે 10 વાગ્યે અપહરણ કરવામાં આવ્યું હતુ. ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ મથકનાં ઇન્સપેક્ટર કે.કે.ઝાલા અને તેમની ટીમે તાત્કાલિક અસરથી તપાસનો આરંભ કર્યો હતો અને બાળકને સલામત રીતે મુક્ત કરાવ્યો હતો. પોલીસે આ ઘટનામાં આરોપી નાઝમિન સાજિદ મુસ્તફા કુરૈશી(ઉંમર 28 વર્ષ) અને રોશન બશીર રંગુનવાલા (ઉંમર 30 વર્ષ)ની ધરપકડ કરી હતી.

(6:33 pm IST)