Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ખેડાના કેમ્પ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3ને ઇજા

ખેડા:કેમ્પ પાટીયા નજીક પ્રવિણસિંહ પોતાની મોટરસાઈકલ નં જીજે ૦૭ સીએલ ૬૦૪૬ લઈ પસાર થઈ રહ્યાં હતાં તે દરમિયાન અચાનક એક મોટરસાઈકલ નં જીજે ૦૭ સીજી ૨૦૮૨ ના ચાલકે પ્રવિણસિંહની મોટરસાઈકલને પાછળથી ટક્કર મારતાં પ્રવિણસિંહ તેમજ બાઈક પર સવાર અન્ય એક ઈસમને ઈજા થઈ હતી. તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

 


બનાવ અંગે વસો તાલુકાના લવાલના રહેવાસી યોગેશભાઈ નટુભાઈ પટેલની ફરીયાદને આધારે ખેડા ટાઉન પોલીસે મોટર સાઈકલ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:33 pm IST)