Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મહેમદાવાદ-મહુધા રોડ પર અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલકનું મોત

મહેમદાવાદ:મહેમદાવાદ-મહુધા રોડ ઉપર આવેલા કેસરા સીમ નજીક ગઈકાલે રાત્રે અજાણ્યા વાહને બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ-મહુધા રોડ ઉપરથી ગઈકાલે રાત્રે મોટર સાયકલ નં. જીજે-૧૬બીપી- ૫૫૧૫નો ચાલક બાઈક લઈ જઈ રહ્યો હતો. ત્યારે કેસરા સીમ નજીક પૂરઝડપે પસાર થતો અજાણ્યો વાહનચાલક બાઈકને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી બાઈકચાલકને રોડ ઉપર ફંગોળાઈ જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી ઈજાગ્રસ્તને તુરંત જ સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સાધુ જેવા આધેડ પુરૂષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બનાવ અંગે લીયાકતમીયાં છોટુમીયાં મલેક (રહે. કેસરા) ની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ આધેડ પુરૂષની ઓળખ થઈ નથી.

(6:32 pm IST)