Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કપડવંજ: આલમપુરા પાટિયા પાસે ટેમ્પો ધડાકાભેર બાઈક સાથે અથડાતા ચાલકનું ગંભીર ઇજાથી મોત

કપડવંજ:કપડવંજ-મોડાસા રોડ ઉપર આલમપુરા પાટીયા નજીક આજે બપોરે આઈશર ટેમ્પો બાઈક પાછળ અથડાતા બાઈક ચાલકને ગંભીર ઈજા થઈ હતી. જેથી ગંભીર ઈજા પામેલ બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ વીરપુર તાલુકાના ભાટપુરમાં રહેતા મોહનભાઈ ભૂરાભાઈ બારૈયા મોટર સાયકલ નં. જીજે ૭ બીકે ૨૨૯૦ લઈને કપડવંજ-મોડાસા રોડ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે આલમપુરા પાટીયા નજીક પુરપાટ ઝડપે આવેલ આઈશર ટેમ્પા નં. જીજે ૦૩ એઝેડ ૦૧૮૭ ધડાકાભેર મોટર સાયકલ પાછળ અથડાયું હતું. જેથી બાઈક ચાલકને રોડ ઉપર ફંગોળાઈ જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી મોહનભાઈ ભૂરાભાઈ બારૈયાનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે જુવાનસિંહ બુધાભાઈ પરમાર (રે. સુલતાનપુરા)ની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:32 pm IST)