Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કલોલના પાનસરમાં સગીર દીકરી સાથે હવસ સંતોષનાર નરાધમ પિતાને પાંચ વર્ષની કેદ

ગાંધીનગર :જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં એક વર્ષ અગાઉ પોતાની સગીર દીકરી સાથે દુષ્કૃત્ય આચરવાની કોશિષ કરનાર પિતા સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે કેસ ગાંધીનગર સ્પે.પોસ્કો જજ સમક્ષ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે આરોપી પિતાને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. સમાજમાં દુષ્કૃત્યની ઘટનાઓમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે આવા કૃત્ય આચરનાર શખ્સોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી સમાજ દ્વારા માંગણી પણ થતી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા પાનસર ગામમાં એક વર્ષ અગાઉ આરોપી પિતાએ તેની દીકરી સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે માતાએ વિરાધ નોંધાવતાં આ આરોપીએ માતા દીકરી બન્નેને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સંદર્ભે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેના આધારે કેસ ગાંધીનગર સ્પે.પોસ્કો જજશ્રી આર.એસ.વોરાની કોર્ટમાં ચાલ્યો હતો.

 


 

(6:31 pm IST)