Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સુરતના વરાછામાં તરુણીનો પીછો કરી અડપલાં કરનાર 23 વર્ષીય નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:વરાછામાં ધો. ૧૦માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય તરૂણીનો અવારનવાર પીછો કરી અઠવાડિયા અગાઉ તરૂણી ટયુશનેથી ઘરે પરત ફરતી હતી ત્યારે તેનો હાથ પકડી કપડા ખેંચી લાજ લેવાનો પ્રયાસ કરનાર ૨૩ વર્ષીય યુવાન પોલીસ ફરિયાદ નોંધાતા જ વતન ભાવનગર ભાગી છુટયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા વિસ્તારમાં રહેતી અને ધો. ૧૦માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય નિર્ભયા (નામ બદલ્યું છે)નો પીછો નજીકની વિવેકાનંદ સોસાયટીમાં રહેતો રાકેશ જીંજાળા (આહિર) (ઉ.વ. ૨૩) છેલ્લા દોઢ માસથી કરતો હતો. ગત ૧૪મીની સવારે નિર્ભયા ટયુશનેથી ઘરે પરત ફરતી હતી ત્યારે રાકેશ તેની પાછળ પાછળ આવ્યો હતો અને હાથ પકડી કપડા ખેંચી લાજ લેવા પ્રયાસ કર્યો હતો. નિર્ભયાએ બૂમો પાડતા તે ત્યાંથી ભાગી છુટયો હતો. આ અંગે નિર્ભયાએ પરિવારજનોને જાણ કરતાં ગતરોજ તેની માતાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસ ફરિયાદની જાણ થતાં જ રાકેશ તેના ભાવનગરના મહુવા સ્થિત વતન ભાગી છુટયો હતો. પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ એમ.એમ. કાતરીયા કરી રહ્યાં છે.

 

 

(6:30 pm IST)