Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સગાઈ થતા કોલેજ ફ્રેન્ડ સાથે મિત્રતા તોડતા યુવતીને ફેસબુક પર બદનામ કરવાની ધમકી આપનાર સુરતના શખ્સ વિરુદ્ધ ફરિયાદ

સુરત:સગાઇ થતાં કોલેજકાળના મિત્ર સાથે મિત્રતા તોડનાર પરવત પાટીયા વિસ્તારની યુવતિ અને તેના પરિવારની મહિલાઓની બદનામી થાય તેવું લખાણ ફેસબુક ઉપર સત્યકામ એવરી ન્યુઝ વીથ ટ્રુથ નામના પેજ ઉપર મુકનાર યુવાન વિરૂદ્ધ પૂણા પોલીસે આઇ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પરવત પાટીયા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય નિર્ભયા (નામ બદલ્યું છે)ની સગાઇ એક વર્ષ અગાઉ સુરતમાં જ રહેતા યુવાન નિર્ભય (નામ બદલ્યું છે) સાથે થઇ હતી. તે સમયે જ નિર્ભયાએ તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતા અને મિત્ર તુષાર અમૃતભાઇ પટેલ (રહે. ગણેશનગર સોસાયટી, પરવત પાટીયા, સુરત) સાથેની મિત્રતા છોડી દીધી હતી. દરમિયાન ગત ૧૭મીના રોજ નિર્ભયાના ફિયાન્સ નિર્ભયે ફેસબુક ઉપર સત્યકામ એવરી ન્યુઝ વીથ ટ્રુથ નામના પેજ ઉપર નિર્ભયા, તેની માતા, કાકી અને પપ્પાના નામે મુકાયેલો બદનામીભર્યો મેસેજ જોતાં નિર્ભયાને જાણ કરી હતી. આ અંગે પેજ ઉપર લખેલા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા લખાણ સત્યકામના રીપોર્ટર તુષાર પટેલે લખ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

(6:30 pm IST)