Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

લોકડાયરામાં ગોળીબારો કર્યાઃ ફરિયાદ રદ કરાવવા રીટ પીટીશનઃ ધારાસભ્ય સોઢાના બે પુત્રો હાઇકોર્ટમાં

આણંદ : લોકડાયરામાં હવામાં ગોળીબાર કરવાની ફરીયાદ રદ કરવા ધારાસભ્ય કાંતિભાઇ સોઢાના બે પુત્રે રીટ કરી છે. હાઇકોર્ટે સરકારને નોટીસ પાઠવી છે.

આણંદમાં ક્ષત્રીય સેનાએ યોજેલા લોકડાયરામાં ધારાસભ્ય સોઢાના પુત્રો મહેન્દ્ર અને રણજીતે હવામાં ગોળીબાર કર્યો હતો. આ અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.

ફરીયાદમાં વીડીયો ફૂટેજને આધારે તેમને આરોપી બનાવાયા હતાં.

આ કેસમાં બંનેએ હાઇકોર્ટમાં કરેલી પીટીશનમાં રજૂઆત કરી હતી કે, તેમણે લાઇસન્સવાળી બંદૂકથી ફાયરીંગ કર્યુ હતું. તેમાં જે ગોળીનો ઉપયોગ થયો હતો તેનાથી માત્ર ધડાકો જ થાય કોઇને ઇજા કે મૃત્યુ થઇ શકે નહીં. તેમની સામે પુરતી તપાસ વિના ફરીયાદ દાખલ થઇ છે.

પોલીસે માત્ર ફુટેજને આધારે ફરીયાદ નોંધી છે. યોગ્ય તપાસ કરાઇ નથી. ત્યારે આ કેસમાં તેમની સામેની ફરીયાદ રદ થવી જોઇએ.

(4:11 pm IST)