Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

૧૧ એમએડ કોલેજને માન્યતા રદ કરવા નોટિસ

વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી પરંતુ સ્ટાફ અપુરતો : ભૂતિયા સ્ટાફની ફરિયાદના પગલે એનસીટીઇ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૨૩: નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજયુકેશન દ્વારા બીએડ પછી હવે એમએડ કોલેજોના વારો લેવામાં આવ્યો છે. એનસીટીઇ દ્વારા રાજયની ૧૧ એમએડ કોલેજોને માન્યતા રદ કરવાની શો-કોઝ નોટિસ ફટકારી છે.

એનસીટીઇ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાની ૧૧ એમએડ કોલેજોને નોટિસ ફટકારીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કોલેજોમાં ભૂતિયા સ્ટાફ હોવાની ફરિયાદના પગલેૅ એનસીટીઇ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવી કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પુરતી હોય છે પરંતુ સ્ટાફ ભરવામાં આવતો નથીે તેના કારણે વિદ્યાર્થીને એમએડની તૈયારી જાતે કરવી પડે છે. સંચાલકો કરવા ખાતર અમુક સ્ટાફની ભરતી  કરે છે. પરંતુ બાકીના સ્ટાફની ભરતી કરતો નથી. નિયમ પ્રમાણે સ્ટાફ નહીં હોવાના કારણે કાઉન્સિલે આ કોલેજોને શા માટે માન્યતા રદ કરવી નહીં? તે મતલબની નોટિસ ફટકારી છે. કોલેજોને જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે. તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(4:03 pm IST)