Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સરકાર મગફળી, બિટકોઇન, ઘાસચારા કૌભાંડની પ્રામાણિક તપાસ નહી કરે તો આંદોલન : ધાનાણી

રાજકોટ તા. ૨૩ : તાજેતરમાં પ્રતિકિલો ૨ રૂપિયાનું ઘાસ આપવામાં આવે છે તેમાં ૧૬થી ૧૬ રૂપિયાની ખરીદી કરવામાં આવે છે તેમાં મગફળીને પણ આટી દે તેવું જબરૂ કૌભાંડ ચાલે છે. જો પ્રમાણિક તપાસ થાય તો બિહારના લાલુપ્રસાદ યાદવના ઘાસચારા કરતા પણ મોટું ગોચર કૌભાંડ બહાર આવી શકે છે તેવો ચોંકાવનારો આરોપ વિધાનસધા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા મગફળી અને બીટકોઇન કૌભાંડમાં મંથર ગતિએ તપાસ કરે છે, આ તપાસમાં મોટા માથાઓને છાવરવામાં આવશે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ઉચ્ચારી હતી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રૂા. ૧૫ થી ૧૬નું પ્રતિકિલો સૂ કું ઘાસ ખરીદ્યા પછી સબસિડી આપીને રૂા. ૨ પ્રતિકિલો ઘાસ અપાય છે. આ ઘાસમાં પણ તટસ્થ તપાસ થાય તો બિહારના લાલુપ્રસાદ યાદવના ઘાસચારા કૌભાંડ કરતા ગુજરાત સરકારનું ગૌચર કૌભાંડ બહાર આવી શકે છે.

વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો છે કે, સરકાર બજારમાં લીલુ-નવુ ઘાસ રૂા. ૧.૯૦ પ્રતિકિલો મળે છે, પણ સરકાર રૂા. ૧૫ થી ૧૬થી ખરીદીને સબસિડીમાં રૂા. ૨ પ્રતિ કિલો સૂ કુ ઘાસ આપે છે જે છેતરામણુ છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન સરકારી પડતર જમીન, રેલવેની આસપાસની જમીનમાં ઘાસ ઉગાડવાનો કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમ કાગળ પર જ રહ્યો. છેવટે હવે તટસ્થ તપાસ થાય તો યાદવના ઘાસચારા કૌભાંડ કરતા મોટું કૌભાંડ બહાર આવે.

(4:02 pm IST)