Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વાપીમાં સવારે ઝાપટાઃ વલસાડમાં વાતાવરણ પલટો

વાવાઝોડુ ૨૬મીના દક્ષિણ ઓમાન અને ઉત્તર યમનના દરિયાકિનારે ટકરાશેઃ ગુજરાતને અસરકર્તા નથી : હજુ બે દી' ગરમી બાદ ૨૭મીથી ગરમીમાં આંશિક રાહત મળશે, વાદળો છવાશે, જોરદાર પવન ફુંકાશે

રાજકોટ, તા. ૨૩ : દક્ષિણ અરબી સમુદ્રમાં થયેલ ડિપ્રેશન મજબૂત બની વાવાઝોડામાં પરિવર્તિત થયુ છે. આ વાવાઝોડુ ૨૬મીના દક્ષિણ ઓમાન અને ઉત્તર યમનના દરિયાકિનારે ટકરાશે. આ વાવાઝોડુ ગુજરાતને અસરકર્તા નથી. પરંતુ તેની અસરથી વાદળો છવાશે, પવન પણ ફૂંકાશે. ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. દરમિયાન આજે સવારે વાપીમાં વ્હેલી સવારે ઝાપટા પડ્યા હતા. જયારે વલસાડમાં પણ વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

ડિપડિપ્રેશન બાદ મજબૂત બની વાવાઝોડુ ૧૩ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યુ છે. આ વાવાઝોડાનું નામ 'મેકુનુ' રાખવામાં આવ્યુ છે. આ વાવાઝોડાની અસર ગુજરાતને અસરકર્તા નથી પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના પગલા રાખવામાં આવ્યા છે. આવતીકાલ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે - ત્રણ દિવસ ગરમીનો માહોલ યથાવત રહેશે. બાદ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. વાદળો છવાશે. પવન પણ ફૂંકાશે.

(3:18 pm IST)