Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કર્મચારીના અવસાન પછી ઉચ્ચક સહાયના કેસ પડતર રાખવા સામે સરકારની લાલ આંખ

અણધારી કટોકટીમાં આવી ગયેલા પરિવારનેસમયસર મદદ મળવી જોઇએ : સ્વ. કુટુંબનો સંપક ર્કરી ખુટતી માહિતી મેળવવા આદેશ

રાજકોટ તા ૨૩ : રાજય સરકારના કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે તો તેના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ નિવારવા સામાન્ય વહીવટ વિભાગે તા ૧૭/૫/૨૦૧૮ ના રોજ નાયબ એ.એચ મનસુરીની સહીથી ખાસ પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે ે પરિપત્રમાં જણાવાયુ છે કે રહેમરાહે યોજનાનો મૂળહેતુ જીવન નિર્વાહના સાધન સિવાય નિરાધાર સ્થિતીમાં મૂકી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુટુંબના એક સભ્યને રહેશરાહે નિમણુંક આપી નાણાંકીય ભીંસમાં રાહત આપવાનો અને આવી પડેલ આકસ્મિક કટોકટીને પહોંચી વળવા માટે કુટુંબને મદદ કરવાનો હેતુ છે.સામાન્ય વહીવટ વિભાગના તા. ૫/૭/૨૦૧૧ ના ઠરાવથી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર છર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબના સભ્યને રહેમરાહે નિમણુંક આપવાની યોજના રદ કરી, ઉચ્ચક નાણાંકીય સહાય ચુકવવાની યોજના દાખલ કરવામાં આવેલ છે. ઉકત ઠરાવથી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબના સભ્યને રહેમરાહે નિમણુંક આપવા માટેની તમામ પડતર અરજીઓ પરત્વે સત્વરે કાર્યવાહી કરી ત્રણ માસમાં ઉચ્ચક નાણાકીય સહાય ચુકવી દેવાની જોગવાઇ કરાયેલ છે. પરંતુસરકારના ધ્યાને આવેલ છે કે ઉચ્ચક નાણાંકીય સહાય ચુકવાયેલ ન હોય તેવા પડતક કેસોની સંખ્યા વધારે છે અને હજુ સુધી આવા પડતર કેસો આખરીથયેલ નથી. આમ ઉચ્ચક નાણાકીય સહાયની યોજના અન્વયે સ્વ.નાઆશ્રિતને નાણાંકીય ભીંસમાં રાહત આપવાનો અને આવી પડેલી આકસિમક કટોકટીમાં પહોંચી વળવા માટે કુટુંબને મદદ કરવાનો હેતુ સાચા અર્થમાં પૂર્ણ થતો નથી.

આમ ઉચ્ચક નાણાંકીય સહાયના જેટલા પડતર કેસો હોય તેની સમીક્ષા કરી, આવા કેસોનો અગ્રતાના ધોરણે નિકાલ કરવા તમામ વિભાગ/ખાતાના વડાને ભારપૂર્વક જણાવવામાં આવે છે. જે કેસો ફકત માહિતીના અભાવે/પૂર્તતા ન થવાના કારણે પડતર હોય તો તેવા કેસોમાં સબંધિત વિભાગ/કચેરીએસ્વ. કુટુંબ સાથે સંપર્ક કરી, ખુટતી વિગતો મેળવી, ગુણદલષને લક્ષમા ંલઇ સત્વરેે કેસ આખરી થાય ત.જોવાનું રહેશે. અલબત અગાઉ જે કેસોમાં અસ્વીકારનો નિર્ણય લેવાયેલ છે તેવા કેસો પુનઃ ઉખેળવાના રહેશે નહીં તેમ પરિપત્રમાં જણાવાયુ છે.

(2:59 pm IST)