Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અંકલેશ્વરના જોગર્સ પાર્કમાં લકઝરીયસ કાર અને બુલેટ વચ્ચે અકસ્માત :

અંકલેશ્વર જોગર્સ પાર્ક વિસ્તારમાં લક્ઝુરિઅસ કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મર્સિડિઝ કારને ભારે નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

   મળતી વિગત મુજબ અંકલેશ્વર જોગર્સ પાર્ક નજીકથી આજે બપોરે એમ એચ 04, જીયુ 0981 નંબરની મર્સિડિઝ કારના ચાલકે જીજે 16 બીએલ 1656 બુલેટને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે, મર્સિડિઝ કારનો આગળનો ભાગ મોટા પાએ ડેમેજ થયો હતો. જ્યારે બુલેટને પણ ઘણું નુકશાન થયું હતુ. અકસ્માત બાદ મર્સિડિઝ કાર રોડ સાઈડ ઉપર ઉતરી ગઈ હતી.

  અકસ્માતને પગલે લોકોનાં ટોળાં સ્થળ ઉપર એકત્ર થઈ ગયા હતા. જીઆઈડીસી પોલીસને ઘટનાની જાણ થતાં તપાસ હાથ ધરી છે. જ્યારે ઈજાગ્રસ્તો અંગે હજી સુધી કોઈ માહિતી સાંપડી નથી.

 

(11:39 am IST)