Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આણંદમાં સાત વર્ષની બાળકી પર બળાત્કાર :

બાળકીને સ્કૂટર પર લઇ જઈ દુષ્કર્મ "બાળકી ઘાયલ હાલતમાં મળતા હોસ્પિટલે ખસેડાઇ

આણંદમાં એક સાત વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારાયાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા સાથે આરોપી સામે ફીટકારની લાગણી જન્મી છે

જાણવા મળતી વિગત મુજબ ગામડી ત્રિકમનગર ફાટક પાસે એક યુવક 7 વર્ષની બાળકીને સ્કૂટર પર લઈ ગયો હતો. ત્યારે બાદ તેને 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને ત્યાંથી ફરાર થઈ ગઈ ગયો હતો.

  સ્થાનિક લોકોને આ બાળકી ગામડી ત્રિકમનગર ફાટક પાસેથી ઘાયલ હાલતમાં મળી આવી હતી. જેથી બાળકીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યા તેની સારવાર ચાલી રહી છે.

હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

 

(10:10 am IST)