Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ડેડીયાપાડાના નિવાલદાની 108 ના ઈ એમ ટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતા પૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઈ

કોરોના મહામારી વચ્ચે માતા બાળક ને એમ્બ્યુલન્સ કે હોસ્પિટલ માં ઇન્ફેકશન ન થાય તેવી ખાસ તકેદારી રાખી 108 એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી 108 ના ઇ એમ ટી દ્વારા કરાઈ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના નિવાલદા ગામના મનીષાબેન આકાશભાઈ વસાવા ને પ્રસુતિ ની પીડા ઉપડતા તેમણે 108 ને કોલ કરતા, કોલ મળતા ની સાથેજ ડેડીયાપાડા ની 108 એમ્બ્યુલન્સ જેમાં ઈ એમ ટી વર્ષાબેન અને પાયલોટ સતિષભાઈ વસાવા એમ્બ્યુલન્સ લઇ નિવાલદા ગામના દર્દી મનીષાબેન ના ઘરે ગણતરી ની મિનિટો માં પોહચી ગયા, સમય બગાડ્યા વગર દર્દી ને એમ્બ્યુલન્સ માં લીધા બાદ ઈ એમ ટી વર્ષા બેને દર્દી ને તપાસી vitals લીધા જેમાં તેમને માલુમ પડ્યું કે દર્દી ને અધૂરા મહિના ની પ્રસુતિ પીડા હતી,108 ની ટિમ દર્દી મનીષાબેન ને લઇ હોસ્પિટલ જવા રવાના થયાં ત્યાં થોડેક આગળ જતા દર્દી ને અસહ્ય પ્રસવ પીડા થવા લાગી આ જોતા ઈ એમ ટી વર્ષાબેને પાયલોટ સતીશભાઈ ને કહી એમ્બ્યુલન્સ રોડ ની બાજુ માં ઉભી રખાવી ચેક કરતા પ્રસુતિનો સમય આવી ગયો હોય ઈ એમ ટી એ એમ્બ્યુલન્સ માં ડિલિવરી માટે ની કીટ તૈયારી કરી લીધી, થોડાજ સમય માં દર્દીને બાબા નો જન્મ થયો પણ બાળક ના ગાળા માં નાળ વિંટળાયેલી હતી તેને દૂર કરી તેમજ બાળક ખરાબ પાણી પી ગયું હતું તેને સક્સન કરી કાઢવામાં આવ્યું અને બાળક ને જરૂરી સારવાર આપી એમ ટી દ્વારા એમ્બ્યુલન્સ માં સમયસર અને સુજબુજ થી સારવાર અપાતા બાળક અને માતા એકદમ સ્વસ્થ હોવાનું હોસ્પિટલ તરફ થી જાણવા મળ્યું હતું.

(11:30 pm IST)