Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોનાનો આખલો ગાંડોતૂર : વલસાડ જિલ્લાના તાલુકામાં આજે ૧૦૩ નવા કેસ તથા વધુ ૪ નાં મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :હાલ દેશભરમાં કોરોનાની બીજી લહેર તો જાણે હાહાકાર મચાવ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોરોનાનો આખલો ગાંડોતૂર થયો છે.
   આજે એટલે કે ૨૪ મી એપ્રીલનાં રોજ વધુ ૪ દર્દી નાં મોત નીપજ્યા છે. તથા ૧૦૩ નવા કેસ આવેલ છે. જેમાં વલસાડ ૫૫, પારડી ૫, વાપી ૨૦, ઉમરગામ ૧૦, ધરમપુર ૧૦, અને કપરાડા ૦૩ મલી કુલ ૧૦૩ નવા કેસ આવેલ છે.

(9:52 pm IST)