Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

અમદાવાદના ડીસીપી ઝોન-7 IPS પ્રેમસુખ ડેલુનું ફેક ટ્વીટર એકાઉન્ટ બનાવનાર સામે ગુનો નોંધાયો

ફેક ટ્વીટર એકાઉન્ટ ધાર્મિક અને સામાજિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી : આરોપીને શોધવા ચક્રો ગતિમાન

અમદાવાદ શહેરના ડીસીપી ઝોન-7 IPS પ્રેમસુખ ડેલુનું ફેક ટ્વીટર એકાઉન્ટ બનાવી તેમાં પોસ્ટ મુકનાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે IPS પ્રેમસુખ ડેલુ નાયબ પોલીસ કમિશનર, ઝોન-7 અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવે છે, તેમણે 23 એપ્રિલના રોજ જુદા જુદા સ્ત્રોતથી જાણવા મળ્યુ હતું કે તેમના નામનું એક ફેક ટ્વીટર એકાઉન્ટ બનેવલુ છે જેનું પ્રોફાઇલ નેમ Premsukh Delu IPSનું હોય, આ મામલે ટ્વીટરના માધ્યમથી તપાસ કરતા 24 એપ્રિલના ધાર્મિક અને સામાજિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી.

કોઇ અજાણ્યા વ્યક્તિએ પ્રેમસુખ ડેલુની પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડી, બદનામ કરવાના ઇરાદાથી પ્રેમસુખ ડેલુના નામનો ઉપયોગ કરી, અલગ અલગ ખોટા ટ્વીટર એકાઉન્ટ બનાવ્યુ હતું. પ્રેમસુખ ડેલુના પોલીસ યૂનિફોર્મ તથા અન્ય ફોટા જાણ બહાર અપલોડ કરી, બદનામી થાય તેવી પોસ્ટ કરી ગુનો કર્યો હતો. આ મામલે પ્રેમસુખ ડેલુએ સેટેલાઇટ પોલીસ સ્ટેશન, અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી છે. આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી છે અને અજાણ્યા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

(9:00 pm IST)