Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

જુદી જુદી બેંકના ઢગલાબંધ કાર્ડની સાથે શખ્સો ઝડપાયા

ઉત્તર પ્રદેશથી ખાસ ઠગાઈ કરવા સુરત આવ્યા હતા : આરોપી દિલ્લી-મુંબઈની સાથે અમદાવાદ-સુરતમાં આ પ્રકારના ગુના આચરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

સુરત,તા.૨૪ : સુરત પોલીસે આજે બે એવા ઠગોને ઝડપી પાડ્યા છે જે એટીએમમાં ટેક્નિકલ ફોલ્ટ કરી બેકના એટીએમમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરતા હતા. ઉત્તર પ્રદેશથી ખાસ પ્રકારે ઠગાઈ કરવા સુરત ખાતે આવ્યા હતા. પોલીસે બે ઈસમો પાસેથી મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે. જોકે પકડાયેલા આરોપી દિલ્લી મુંબઈ સાથે અમદાવાદ અને સુરત પ્રકારના ગુના આચરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું. સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી મામલે પોલીસેને આવા ઈસમોને ઝડપી ગુનાખોરી સમાપ્ત કરવા માટે સતત પેટ્રોલિંગમા રહેવાના આદેશ વચ્ચે આજે સુરતની પુણા પોલીસે મામલે તપાસમાં હતી ત્યારે એક હકીકત મળી હતી કે બે અજાણ્યા ઈસમો કડોદરા સુરત રોડ ભક્તિધામ મંદિરની પાસે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમની બહાર સંખ્યાબંધ એટીએમ કાર્ડ લઈને ઉભા છે જેઓ એટીએમ મશીન સાથે ચેડા કરી પૈસા કાઢનાર છે.

જોકે, પોલીસે તાત્કાલિક મામલે વોચ કરીને બે ઈસમો વિષે જાણકારી મેળવી હતી તેને ઝડપી પાડ્યા હતા. જોકે ઝડપાયેલા ઈસમો મૂળ  ઉત્તરપ્રદેશ જિલ્લા  જાલૌન તાલુકો  કાલપીના ગામ  હીરાપુર ખાતે રહેતા સુનિલકુમાર અરુણકુમાર નિસાદ અને સોનું કુંજીલાલ નિસાદ હતા જોકે પોલીસ તેમની ઝડતી લેતા તેમની પાસેથી ૭૮ અલગ લાગે બેંકના એટીએમ કાળ પણ મળી આવ્યા હતા. જોકે પોલીસે આરોપીની વધ પૂછપરછ કરતા તે ગુનો આચરવા ખાસ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરી એટીએમ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે એટીએમ મશીનમાં પૈસા નિકળે તે પહેલાં મશીન સાથે છેડછાડ કરી પૈસા નિકળે તે સમયે વિન્ડોમાં હાથ નાખી એટીએમ મશીનનું સર્વર ડાઉન કરી નાખતા હતા.

ત્યાર બાદ પૈસા કાઢ્યા બાદ જે તે બેક્નને એટીએમમાંથી પૈસા નિકળેલ નથી અને એકાઉન્ટમાંથી પૈસા ડેબીટ થઈ ગયેલ છે તેવી ફરીયાદ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી અથવા તો ડિસપ્યૂટ ફોર્મ ભરી ઉપાડેલા પૈસા ફરીવાર બેક્ન મારફતે રિફન્ડ મેળવી બેક્ન સાથે છેતરપીંડી કરતા હતા. જોકે પોલીએ આરોપી કરેલ કબૂલાતના પાગલ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપ શરૂ કરી હતી. ત્યારે આરોપી  ઈસમોએ અગાઉ દિલ્હીમાં ઘણા બધા .ટી.એમઓ સાથે છેડછાડ કરી ધણા ગુના કરેલાની કબૂલાત કરેલ છે. જે બાબતે દિલ્હી પોલીસ સાથે સંપર્ક કરવાની કાર્યવાહી ચાલુ છે.

(7:27 pm IST)