Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ખારાઘોડા ગામમાં ૬૦૦ મકાનોમાં એસી વગર ઠંડક

કચ્છના ભૂકંપમાં પણ ગામને કોઈ નુકસાન થયુ ન હતું : અંગ્રેજોએ ઘરોનુ બાંધકામ એવુ કર્યુ છે કે, અહી ગરમીમાં વધુ ગરમી ન લાગે, અને ઠંડીમાં વધુ ઠંડી ન લાગે

અમદાવાદ,તા.૨૪ : ગરમીના દિવસો આવી ગયા છે, આવામાં ઘરને ઠંડક રાખવા લોકો અનેક પ્રયાસો કરે છે. આજે જે પ્રકારે શહેરોમા બાંધકામ થાય છે, તેનાથી ઘરમા ગરમી વધુ લાગે છે, જેથી લોકોને આખા દિવસ એસી લગાવીને રહેવુ પડે છે. ઘરોમાં ચોવીસ કલાક એસી ચાલુ હોય ત્યારે જઈને રાત્રે ઊંઘ આવે છે. પણ ગુજરાતનું એક ગામ એવુ છે, જેના એક-બે નહિ પણ ૬૦૦ થી વધુ ઘરો એસી જેવા છે. ગરમીમાં પંખો પણ લગાવવાની જરૂર પડે એવા ઘરો છે. બ્રિટિશરોએ વસાવેલા ગામમાં એસી વગર પણ એસી જેવી ઠંડક અનુભવાય છે.

  માટે ૧૪૮ વર્ષ જૂનો ઈતિહાસ જાણવો પડે. ગામનું નામ છે ખારાઘોડા છે. ગામના ૬૦૦ થી વધુ મકાનો એવા છે, જેમાં બહાર ૪૮ ડિગ્રીનો ધોમધખતો તાપ પડતો હોય, તો પણ અંદર ઘરમાં એસી જેવી ઠંડક અનુભવાય છે. પાછળ કારણભૂત છે તેની બાંધકામ શૈલી. અંગ્રેજોએ ઘરોનુ બાંધકામ એવુ કર્યુ છે કે, અહી ગરમીમાં વધુ ગરમી લાગે, અને ઠંડીમાં વધુ ઠંડી લાગે. વિશે ખોરાઘડાના ઈતિહાસના જાણકાર અંબુભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, ૧૮૫૦ માં જ્હોન પ્લે વૂડના નામના બ્રિટિશ અને વિલયમ્સ બંનેએ મીઠાનો વેપાર કરવાની શક્યતા જોઈને કચ્છના નાના રણનો ૨૦ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.

તેઓએ અહીં રહીને સ્થાનિક લોકોનું કલ્ચર જાણ્યું, લોકોની રોગપ્રતિકારક શક્તિ, પવનની ઝડપ, ચોમાસાના દિવસો વગેરેનો અભ્યાસ કર્યો. તેના બાદ તેમણે નક્કી કર્યું કે, ખારાઘોડા બ્રિટિશરો માટે મીઠાનો વેપાર કરવા બેસ્ટ સ્થળ છે. ૧૯૭૨ માં બ્રિટિશરોએ ખારાઘોડાની અંદર એક નવા ગામ કરીને એક નવુ ગામ વસાવ્યું. ત્યાર બાદ મીઠુ પકવવા અગરિયાની જરૂર છે તેવી જાહેરાત કરી હતી અને પ્રિચાર્ડ સોલ્ટ વર્કર્સ નામથી સોલ્ટ વર્કસ યુનિટ શરૂ કર્યું. તે સમયે ૯૦૦ અગરિયા પરિવારોને લઈને મીઠાનુ ઉત્પાદન શરૂ કર્યું.

માટે બહારથી અધિકારીઓને બોલાવવામા આવ્યા. જેમના માટે અંગ્રેજોએ ૬૦૦ થી વધુ મકાનો બંધાવ્યા હતા. મકાનોની ખાસિયત છે કે, તે ગૌથિક શૈલીથી બનાવવામા આવ્યા છે. શૈલીમા ભૂમિતિના ખાસ પ્રકારના ગણતરી પર મકાન બાંધવામાં આવે છે. વિલિયમ્સે જે સરવે કર્યો હતો, તેમાં જાણ્યું કે, ભૂકંપ માટે જોખમી ઝોન વિસ્તાર છે. તેથી ભૂકંપ પ્રતિરોધક બાંધકામ ગામમાં કરવામાં આવ્યું. મકાનોમાં દિવાલોની અંદર લોખંડના એન્ગલ નાંખી ફ્રેમિંગ કરાયું છે. જેથી ભૂકંપમાં પણ ગામને નુકસાન થયું નથી.

(7:25 pm IST)