Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાવિઠા ગામે છાપો મારી ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી ગુનો દાખલ કર્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે કાવિઠા ગામે છાપો મારીને એક શખ્સને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતાં ઝડપી પાડીને બે શખ્સો વિરૂદ્ઘ જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને ગઈકાલે માહિતી મળી હતી કે, કાવિઠા ગામની સ્વામિનારાયણ સોસાયટીના ગેટ પાસે આવેલા ઓટલા ઉપર બેસીને એક શખ્સ બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચે ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યો છે. જેથી પોલીસે છાપો મારતાં એક શખ્સ મોબાઈલમાં વ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને પકડીને મોબાઈલમા ંતપાસ કરતાં તેણે ડાઉનલોડ કરેલી સન્નીપ્રો૧૧૧.કોમ નામની એપ્લીકેશનના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો. તેની અંગજડતી કરતા એક મોબાઈલ ફોન રોકડા ૩૭૦૦ મળી આવતાં કુલ ૧૩૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેનું નામઠામ પુછતાં તે બોરસદ ખાતે રહેતો હિમાંશુ બાબુભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતુ.

(5:18 pm IST)